ભુજ
કચ્છના અબડાસા વિસ્તારમાં જુદી જુદી કંપનીના એકમો દ્વારા લગાવવામાં આવેલ પવનચક્કીના કેબલો નીચોરી કરવી તેમજ આર્થિક હેતુસર એક સંપ થઇ કાવતરું રચી બનાવને અંજામ આપતા ૧૩ આરોપીઓ સામે ગેંગનો ગુનો કોઠારા પોલીસ મથકે દર્જ એલસીબીએ કરાવ્યો છે. અગાઉ ખાવડાના રીઢા આરોપીઓ સામે એલસીબીએ આ જ ગુનો દર્જ કર્યો હતો. પવન ચક્કીના એકમોને અનેક રીતે કનડગત કરવામાં આવતી હોય છે તો બીજી તરફ તેમાં ઉપયોગમાં લેવાતા કેબલ અને ડિઝલની ચોરી પણ વધતી જાય છે ત્યારે છેલ્લા દોઢ વર્ષમાં પવન ચક્કીઓના કેબલની ચોરી કરતી ટોળકીના ૧૩ સભ્યો ને એલસીબીએ ગેંગના ગુનામાં ફિટ કરી દીધા છે. ૧૩ આરોપીઓ પાસેથી જુદા જુદા નવ ગુનામાં ૨૬.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, તોગેંગના ગુનામાં ફિટ થયેલા ત્રણ આરોપીઓ માદક પદાર્થના જથ્થાના એનડીપીએસના ગુનાના પણ આરોપીઓ છે. આરોપીઓ અબડાસા તાલુકા હદ વિસ્તારમાં આવેલી સીમમાંથી ઓધોગિક એકમો દ્વારા લગાવાયેલી પવનચક્કીમાં વપરાતા કીમતી વાયર ચોરી કરી પોતાનું સામાન્ય ઇરાદો પાર પાડવા એક સંપ કરીને બનાવને અંજામ આપતા હતા. એલસીબીએ ૧૩ આરોપીઓ સામે ગુનો કોઠારા પોલીસ મથકે દર્જ કર્યો હતો. ગત જૂન ૨૦૨૧માં નલિયા મોથાળા હાઈવે પર બોલેરો પીકપ માં છથી સાત માણસો ચોરી ચોરીના કેબલ વાયર લઈને જતા હતા ત્યારે એલસીબીએ પીછો કરતા તેઓ નાસી છૂટયા હતા, બોલેરો અને ચોરીના વાયર તેમજ પવન ચક્કીના નટ બોલ્ટ ખોલવા માટેના નાના મોટા બાપા ના મળી કુલ ૯.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બીજીતરફ ખાવડા વિસ્તારમાં એલસીબીએ પેટ્રોલિંગ વેળાએ અનવર સમાને પૂછપરછ કરતા તેણે અને પોતાના સાગરિતો સાથે મળી પવનચક્કી માંથી જથ્થો ચોરી હોવાની કબૂલાત કરી હતી જેમાં તેના સહિત તમામ બારે બાર આરોપીઓ સંડોવાયેલા હોવાનું અને ગાડી મુકીને નાસી છૂટ્યા હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓ સામે મોટાભાગે પવનચક્કીના કેબલની ચોરીના ગુના દર્દ થયેલા છે તો બીજી તરફ એનડીપીએસનો માદક પદાર્થનો જથ્થાનો ગુનો પણ નોંધાયેલ છે, જેમાં આમદ ઉર્ફે અધાયો મંધરા, મુસ્તાક અલીમામદ સુમરા અને કાસમ મામદ સુમરાનો સમાવેશ થાય છે. બીજી તરફ અંજાર પોલીસ મથકે જુદી જુદી કંપનીઓમાંથી અલગ-અલગ આઇ ફોનની ચોરી કરવાના ગુનામાં કાસમ ઉર્ફે કારો જુસબ કુંભારની ધરપકડ કરવામાં આવી હતી. આથોડા સમય પહેલા ખાવડા પંથકના રીઢા ચોરો સામે ગેંગનો ગુનો દાખલ કરાયો હતો ત્યારે હવે અબડાસા પંથકની કેબલ ચોરીમાં સંડોવાયેલા ૧૩ આરોપીઓ સામે એક સામટે ગુનો દર્જ કરાયો છે. ગેંગના દાખલ થયેલા અત્યાર સુધીના બંને ગુના એલસીબીએ નોંધાવ્યા છે. પશ્ચિમ કચ્છનો આ બીજાે ગુનો દર્જ કરી કેબલ ચોરીના બનતા બનાવો અટકાવવા માટે સકંજાે કસાયો છે. વાયોર પોલીસ મથકે નોંધાયેલા કેબલ ચોરીના ગુનાનો આરોપી અસલમ હાસમ સુમરા (રહેવાસી સાયરા)વાળો ૧૦ માસથી નાસી રહ્યો છે અને ભુજ આવ્યો હોવાની બાતમી મળતાં સ્કવોડની ટીમે તેની અટક કરી આગળની કાર્યવાહી માટે વાયર પોલીસને સોંપ્યો હતો.