Gujarat

કચ્છ અને જામનગર જિલ્લાના પશુધનમા વ્યાપક પ્રમાણમાં જોવા મળેલા રોગચાળા અંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમ દર્શાવી આ રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા ખાસ સૂચનાઓ આપી છે  

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પશુધનમાં લમ્પી સ્કીન ડિસીઝના ઇલાજ તથા પશુઆરોગ્ય રક્ષા માટે પશુપાલન નિયામકને આ બે જિલ્લાઓમાં પુરતા વેક્સિનેશન, દવાઓના જથ્થા સાથે વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક ધોરણે મોકલવા સુચનાઓ આપી છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ અસરગ્રસ્ત જિલ્લાઓમાં અન્ય જિલ્લામાંથી વેટરનરી ડૉકટરોની વધારાની ટીમ પહોચાડીને સત્વરે રસીકરણ અને રોગ રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા પણ તાકીદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *