અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ડુંગર ગામે રહેતા નિતાબેન વા / ઓ નિતીનભાઇ સુરાભાઇ સોંદરવા નાઓની કટલેરીની દુકાને બે અજાણ્યા ઇસમો આવેલ અને તેઓએ નિતાબેનને કહેલ કે , “ અમો કટલેરીનાં સામાનના હોલસેલના વેપારી છીએ અને અલ્હાબાદથી આવીએ છીએ અને અમે સેલ નાખેલ હતો , જેમાં અમારો કટલેરીનો સામાન વધેલ છે , અમારે અમારા વતન અલ્હાબાદ જવાનુ છે , જેથી સસ્તામાં વધેલો સામાન વેચી દેવાનો છે . ” તેમ જણાવી , નિતાબેનને સસ્તામાં માલ આપવાનું જણાવી , લલચાવી ફોસલાવી , વિશ્વાસમાં લઇ , તેણી પાસેથી રૂ .૪૭,૦૦૦ / – રોકડા લઇ લીધેલ . તેના બદલામાં તેણીને રૂ .૫૦ / – ની એક વસ્તુ લેખે ૧૫૫ વસ્તુના રૂ .૭૭૫૦ / – નો સામાન આપી , નિતાબેન સાથે રૂા .૩૯,૨૫૦ / – ની છેતરપીંડી , ઠગાઇ કરેલ હોય , નિતાબેન વા / ઓ નિતીનભાઇ સુરાભાઇ સોંદરવા , રહે.ડુંગર , તા.રાજુલાનાઓએ બે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરિયાદ લખાવતાં , ડુંગર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૩૦૬૨૨૨૦૧૧૩/૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૪૦૬ , ૪૨૦ , ૧૨૦ ( બી ) મુજબનો ગુન્હો રજી . થયેલ હતો . ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ , ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી , તેમના રૂપીયા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી , ફરિયાદીની ગયેલ મિલ્કત તેમને પાછી મળે , તે માટે કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા , પો.સ.ઇ.શ્રી . પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું . જે અનુસંધાને એલ.સી.બી. ટીમ દ્વારા આ ગુન્હાની વિગતોનો અભ્યાસ કરી , આરોપીઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતાં અને ગઇ કાલ તા .૨૩ / ૦૪ / ૨૦૨૨૨ નાં રોજ રાજુલા એસ.ટી.બસ સ્ટેશન પાસેથી ચાર શંકાસ્પદ ઇસમોને પકડી પાડી , તેઓની પાસેથી મળી આવેલ રોકડ રકમ તથા મોબાઇલ ફોન બાબતે તેઓની પુછપરછ દરમિયાન તેઓએ અલગ – અલગ જગ્યાએ આ રીતે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરેલ હોવાની કબુલાત આપતાં , તેઓની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી