મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ના પોરડા ગામે આવેલ સ્વામિનારાયણ ના મંદિરમાં વયોવૃદ્ધ એવા સંત શ્રી નો 85 મો જન્મદિવસ હરિભક્તો દ્વારા ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવ્યો આ મહારાજ શ્રી પોરડામાં મંદિર બંધાયું ત્યારથી અહર્નિશ સેવા આપી રહ્યા છે હજારોની સંખ્યામાં આવતા ભાવિક ભક્તો જ્યારે ભગવાનના દર્શનાર્થે આવે ત્યારે પ્રસાદ લીધા વગર પાછા ગયા નથી આમ મહારાજ શ્રી જાતે રસોઈ બનાવી હરિભક્તોને જમાડતા રહ્યા છે આમ હરિભક્તો દ્વારા રાષ્ટ્રીય સંસ્કૃતિ મુજબ દીપ પ્રગટાવી મહારાજને ફુલ હાર કરી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.


