રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ઉમા ભવન ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ડોક્ટર કિરણભાઈ પટેલ અને ભરતભાઈ દ્વારા આવનાર દર્દીઓને તપાસ કરી સારવાર કરવામાં આવી હતી.મોટી સંખ્યામાં નાગરિકોએ આ કેમ્પનો લાભ લીધો હતો.આ કેમ્પ દરમ્યાન મિતેશભાઇ શાહ,ગોપાલભાઈ પટેલ,કિરણસિંહ ડાભી,મફતભાઈ પરમાર,સચિન જોશી,બંસીલાલ પ્રજાપતિ, પ્રકાશ પટેલ અને પરાગસિંહ સાહિતના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કઠલાલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ ભાજપ દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતુ.

