રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
થોડાક સમય પહેલા જ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપી ભારતીય જનતા પાર્ટીમા જોડાયેલ તમામનુ કઠલાલ કલાપી કોમ્પ્લેક્સ ખાતે પુષ્પહાર પહેરાવી સન્માન કરવામા આવ્યુ. ભાજપમા જોડાયેલ રાજેશભાઈ ઝાલા,દિલીપસિંહ ચૌહાણ,અજીતસિંહ સોઢા,ચંદ્રસિંહ ચૌહાણ અને વીણાબા ઝાલાનુ ભાજપ મા જોડાવા બદલ સન્માન કરાયુ હતુ. કઠલાલ નગરના આગેવાનો, અગાણીઓ અને નગરજનો ઉપસ્થિત રહી ભારતીય જનતા પાર્ટીમા જોડાનાર તમામને પુષ્પાહાર પહેરાવી કેક કાપી આતિશ બાજી સાથે સ્વાગત કરી સન્માન કરવામા આવ્યુ.


