મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલના ચૌહાણપુરામાંથી દર વર્ષે મોટી સંખ્યામાં બાબા રામદેવપીરના ભક્તો રામદેવરા પગપાળા સંઘ લઈને જતા હોય છે.ત્યારે આ વર્ષે પણ પગપાળા સંઘ ચૌહાણપુરા થી રામદેવરા જવા રવાના થયો હતો રામદેવપીરજીના મંદિરે પૂજા અર્ચના કરી ધજા સાથે સંઘ કઠલાલના ચૌહાણપુરા થી પગપાળા રવાના થયો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચંદ્રસિંહ ચૌહાણ,દીપકભાઈ ડાભી, તેમજ ચૌહાણપુરા ના વડીલો,આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.અને રામાપીરની જય ના નાદ સાથે સંઘ રામદેવરા જવાના રવાના થયો હતો.

