રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલ રાત્રે કઠલાલ નડિયાદ રોડ ભાનેર ગામ નજદીક આવેલ અમન હોટલ નજદીક લાડવેલ ગામના ત્રણ યુવાનો ખેતરમાં જવાનુ કહી નીકળેલા ત્યારે તેઓની હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર GJ07 CN3473 જ્યારે નડિયાદ તરફ થી પુરજોશમાં આવી રહેલ કન્ટેઇનર નંબર HR 63 D 5943 વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવાનો નું કમકમાટી ભર્યું મોત થતા સમગ્ર લાડવેલ ગામ માં ઘેરા શોક ની લાગણી વ્યાપી હતી.
આ જીવલેણ અકસ્માતમાં અશ્વિન ઉ.વ.૧૮ , કીશનકુમાર રાભાભાઇ રાઠોડ ઉ.વ.૧૯ તથા કીશનભાઇ વિક્રમભાઇ ચાવડા ઉ.વ.૧૪ નું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું.જ્યારે કન્ટેઇનર નો ચાલક રોડ ની સાઈડ માં આવેલ જી.ઇ.બી ની ડી.પી ના થાભલાઓ સાથે અથડાવી કન્ટેઇનરને મૂકી ભાગી ગયો હતો.
સમગ્ર ઘટના ની જાણ કઠલાલ પોલીસ ને થતા સ્થળ પર આવી પહોંચી અકસ્માત નો ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.


