બોક્ષ
સમગ્ર ગામમાં હૈયાફાટ રૂદનથી વાતાવરણ થયું ગંભીર.
—————–
રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ધુળેટીના દિવસે વણાંકબોરીના ડેમ પાસે કઠલાલના હિંમતપુરા ગામના ચાર યુવકો સ્નાન કરવા માટે ગયા હતા તે દરમિયાન ઊંડા ખાડામાં ચારેય મિત્રો ગરકાવ થઈ જતાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. જ્યારે શોધખોળ બાદ ચારેયના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવા આવ્યા હતા ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરી તેઓ પરિવારજનો ને તેઓના મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. ત્યારબાદ શનિવાર સવારે ચારેય યુવાનોની એક જ ગામમાંથી અર્થી ઉઠતા સમગ્ર કઠલાલના હિંમતપુરા ગામમાં ભારે શોક છવાઈ ગયો હતો. ઉત્સવભર્યા તહેવાર ના વાતાવરણમાં આ દુર્ઘટનાથી શોકની લાગણી ફેલાઈ ગઈ હતી જ્યારે શનિવારે સવારે કઠલાલ ના હિંમતપુરા ગામે એક સાથે ચારેય યુવકોની સ્મશાન યાત્રા નીકળતા ગામમાં શોક નો માહોલ જોવા મળી રહ્યો હતો.
જ્યારે ધુળેટી ના દિવસે પાણી માં ડૂબી જતા ચારેય મિત્રોના મોત થયાં હતાં કઠલાલ ગામે હિમતપુરા વિસ્તારમાં રહેતા આ ચારેય મિત્રો ધુળેટી રમ્યા બાદ સ્નાન કરવા માટે વણાકબોરી ડેમ નજીક મહીસાગર નદી પર નાહવા માટે ગયા હતા. શુક્રવારે હિંમતપુરામાં મેહુલ ઈશ્વરભાઈ જોષી, રણછોડ નાનુભાઈ રાઠોડો, વિશાલ બાબુભાઈ રાઠોડ અને પીન્ટુ રણછોડભાઈ પરમાર ચારેય જણા મહીસાગર નદીમાં સ્નાન કરી રહ્યા હતા તે દરમિયાન ઉંડા ખાડામાં ગરકાવ થઈ જતા ડૂબી ગયા હતા. તેઓના મૃતદેહ સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.ચારેય મિત્રોની સ્મશાન યાત્રામાં આખું ગામ જોડાયું હતું ચારેય મિત્રોની અર્થી એકી સાથે નીકળતા સમગ્ર પંથકમાં ગમગીની છવાઇ ગઇ હતી. સ્મશાન યાત્રા માં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા,સમગ્ર ગામમાં હૈયાફાટ રૂદન થી વાતાવરણ માં ગંભીર થયુ હતું.