Gujarat

કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે રામનવમી નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ નગરમાં રામનવમીની શોભાયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે.10 એપ્રિલ 2022 ને સવારે 8 કાલકે રામજી મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા યોજાવાની છે.ત્યારે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ બી એમ.માલી ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.આ મિટિંગમાં કઠલાલ શહેર અને તાલુકામાં થી તમામ સમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર રામનવમીનો તહેવાર શાંતિપૂર્વક અને ભાઈચારાથી યોજાય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.સૌ સમાજ ના નાગરિકોએ રામનવમી ની શોભાયાત્રા શાંતિપૂર્વક રીતે અને ભાઈચારાથી યોજાય તે માટે એકબીજાને મદદરૂપ થવા ખાતરી આપી હતી. અને તમામ સમાજના આગેવાનો શાંતિ સમિતિની મીટીંગ માં ઉપસ્થિત રહ્યા હતા

IMG-20220405-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *