મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
કઠલાલ ના સામાજિક કાર્યકર પ્રતિભાબેન જ્યોતિન્દ્રભાઈ મહેતા ના પૌત્ર હર્ષ મહેતા જે પારુલ યુનિવર્સિટીના ત્રીજા વર્ષમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માં અભ્યાસ કરે છે જેઓએ હાલની શિક્ષણ પદ્ધતિથી પરેશાન વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સરળ બને તે માટે ચિસિકી ટેકનોલોજી સ્ટાર્ટઅપ ચાલુ કરવામાં આવ્યું. કહેવાય છે કે આવશ્યકતા જ આવિષ્કારની જનની છે તેવી રીતે હર્ષ મહેતા દ્વારા શરૂ કરવામાં આવ્યું શિક્ષણ અને સરળ બનાવવા માટેનું અનોખું ટેકનોલોજી સ્ટાર્ટ અપ પ્લેટફોર્મ જેને કહેવાય ચીસિકી ટેકનોલોજીસ સ્ટાર્ટ અપ આપણે બધાએ અનુભવ્યું છે કે જ્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોલેજ કે યુનિવર્સિટીમાં ભણતા હોય ત્યારે તેઓને મશીન કે ડિવાઇસ શીખવાડવામાં આવતું હોય છે ત્યારે તે વસ્તુને શીખવવાની રીતો મર્યાદિત હોય છે તેને કારણે વિદ્યાર્થીઓ તે વસ્તુઓને શીખવવામાં કચાસ અનુભવતા હોય છે આ કચાશને દૂર કરવા માટે આવા અભ્યાસોમાં શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ માટે ઊંડાણમાં સમજ પડે તે માટે વડોદરા ના વિદ્યાર્થી દ્વારા સમગ્ર પ્રક્રિયા તથા એગ મેંટેડ રિયાલિટીના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ દ્વારા કોમ્પ્યુટર એન્જિનિયરિંગના હજારો વિદ્યાર્થીઓને લાભ મળશે. આમ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે આ કાર્યક્રમ માટે સાથ સહકાર આપનાર સૌ શિક્ષક મિત્રો વાલીઓ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. બ્રહ્મ સમાજ દ્વારા હર્ષ મહેતા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


