લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર
ડ્રાઇવરને અચાનક કોઈ શારીરિક તકલીફ સર્જાતા સમગ્ર ઘટના બની.
પ્રાપ્ત માહિતી અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે હિંમતનગર થી વડોદરા જતી બાયડ ડેપોની એસટી બસ કપડવંજ કઠલાલ રોડ ઉપર ભાટેરા પાટીયા પાસે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી.ડ્રાઇવરને અચાનક કોઈ શારીરિક તકલીફ સર્જાતા સમગ્ર ઘટના બની હતી,જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.મળતી માહિતી મુજબ ડ્રાઇવરને ૧૦૮ દ્વારા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં બસને કે પેસેન્જરોને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું ન હતું.પેસેન્જરોને કપડવંજ એસટી બસ ડેપો દ્વારા વ્યવસ્થા કરી યોગ્ય સ્થાને પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી.


