રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ નગરના મંગલમૂર્તિ પાર્ટી પ્લોટ ખાતે હરિયાણા ગૌડ બ્રાહ્મણ સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના ગૌડ બ્રાહ્મણ સમાજના તમામ સદસ્યોની જાણકારી અને માહિતી આપતી પુસ્તિકા નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગૌડ સમાજના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ચાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું અને ૫૦ થી વધુ સેવાભાવી અને સમાજના આગેવાનોનો સત્કાર સમારંભ પણ યોજવામાં આવ્યો તેમજ સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી.યુવાનોના ભવિષ્ય અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં હરિયાણા ગૌડ બ્રાહ્મણ સમાજના ગુજરાત,રાજસ્થાન,દિલ્હી અને મધ્યપ્રદેશ સહિત ના વિસ્તારોમાંથી ૨૫૦૦ થી વધુ આગેવાનો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન મહેન્દ્રભાઈ પંડિત અને સંજયભાઈ પંડિત નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સુરેશભાઇ પંડિત,રમણલાલ શર્મા,હરીશભાઈ પંડિત તેમજ સમગ્ર ગૌડ બ્રહ્મણ સમાજ જ્ઞાતિબંધુઓ દ્વારા કરવામાં આવ્યું હતું.


