મકસુદ કારીગર,કઠલાલ
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કિસનભાઈ ભરવાડ ની હત્યાં મામલે કઠલાલ મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું.કિસનભાઈ ભરવાડ ની હત્યાં મામલે સમગ્ર ગુજરાત મા ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે કઠલાલ મા કપડવંજ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા ભાવસારવાડ થી મામલતદાર કચેરી સુધી રેલી યોજ઼ી આવેદન પત્ર આપવામાં આવ્યું.જેમાં કિસનભાઈ ની હત્યા ની બારીકાઈ થી તાપસ કરવા અને હત્યા મા મદદ કરનાર કે દૂષપ્રેરણા આપનાર તત્વો સામે કાર્યવાહી કરવા તથા ભૂતકાળ ની ઘટનાઓ થી શીખ લઇ આવા ગુનાઓ ને અટકાવવા અને કઠોર સજા થાય તેવા અધિકારો પોલીસ ને આપવા બાબત જેવા મુદ્દાઓ ને લઇ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


