Gujarat

કડીમાં તિરંગા રેલી દરમિયાન પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ગાયે અડફેટે લીધા, ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી

કડી
કડીમાં ભાજપની તિરંગા રેલી નીકળી હતી, જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર હતા. રેલી દરમિયાન અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને નીતિન પટેલને અડફેટે લીધા હતા. એમાં તેમના ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કરણપુર શાકમાર્કેટ પાસે ઘટી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કડી શહેરમાં આવેલ કમર સર્કલેથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા નીકળી હતી. ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ તથા આગેવાનો દ્વારા તિરંગા યાત્રાને ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. કડી નગરપાલિકાના સામે આવેલ કમળ સર્કલ થી ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. તિરંગાયાત્રાનું પ્રસ્થાન ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રા કડીના ભાઉપુરા, ગાંધી ચોક, ટાવર, મંત્રી રોડ,શાકમાર્કેટ, કોઠારીવાસ,થઈને કરણપુર વડ પાસે પહોંચતાં અચાનક જ ગાયોનું ટોળું તિરંગા યાત્રા માં સામેની સાઈડેથી દોડી આવ્યું હતું અને તિરંગા યાત્રામાં હાજર ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને શાળાની વિદ્યાર્થિનીઓને હડફેટે લીધા હતા. આ ઘટનામાં દોડાદોડી મચી જવા પામી હતી પ્રાઈવેટ સાધન મારફતે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ડોક્ટરોએ તેમની ટ્રીટમેન્ટ હાથ રી હતી ગુજરાત રાજ્ય ના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને ગાયે અડફેટે લેતાં ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. થોડાક કલાકો બાદ સ્થાનિક તબીબો દ્વારા નીતિનભાઈને આરામ કરવાનું કહીને રજા આપવામાં આવી હતી અને નીતિનભાઈ નિવાસ સ્થાને નીકળી ગયાં હતાં. કડીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નીકળેલી ત્રિરંગાયાત્રામાં કડી શહેરના આગેવાનો વિદ્યાર્થીઓ નગરપાલિકાના કોર્પોરેટરો તથા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં રાજ્યમાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતાં ઢોરોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે, પરંતુ એનો કોઇ અમલ થતો નથી. સત્તાધીશો દ્વારા રખડતાં ઢોરોના માલિકો સામે ફરિયાદો પણ કરવામાં આવી છે. જાેકે રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થયો નથી. ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં રખડતાં ઢોરની સંખ્યા ૨૦૧૨માં ૨.૯૨ લાખ હતી અને ૨૦૧૯માં વધીને ૩.૪૩ લાખ થઇ ગઇ છે. આમ, ૭ વર્ષમાં રખડતાં ઢોરની સંખ્યામાં ૧૦%થી વધુનો વધારો નોંધાયો છે. આ માહિતી પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા લોકસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં આપવામાં આવી હતી. અવારનવાર રસ્તાથી નીકળતા રોડ ઉપર આખલાઓ ઝઘડતા હતા. નાગરિકો પોતાના જીવ બચાવીને બીજાે રસ્તાથી જવાની ફરજ પડે છે. નાગરિકોને પડતી મુશ્કેલીઓનો ક્યારે નિકાલ આવશે? આ ખૂબ જ ગંભીર બાબત છે. ક્યારેક કોઈ નાગરિકનો જીવ જશે ત્યાં સુધી યા કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા સરકાર જાગશે નહી?

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *