કડી
કડી ૨૪-વિધાનસભાની બેઠક ઉપર બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને સવારથી દરેક બુથ ઉપર મતદારોની લાઈનો જાેવા મળી રહી છે. તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પનોતા પુત્ર નીતિન પટેલ સવારે પોતાના પરિવાર સાથે કડી ખાતે મતદાન કર્યુ હતુ. ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના પનોતા પુત્ર નીતિન પટેલ સવારે પોતાના પરિવાર સાથે કડી ખાતે આવી પહોંચ્યા હતા. કડી શહેરના બ્રાહ્મણની વાડી ખાતે ૧૨૧ નંબરના મતદાન બુથમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ હતુ.
