ખેરાલુ
ખેરાલુ પોલીસે તાલુકાના રહેમાનપુરા થી મહેકુબપુરા કતલખાને લઇ જવાતી ભેંસો ભરેલું આઇસર ડભોડા નજીકથી પકડી ઝડપાયેલા બે કસાઇની કબુલાત મુજબ મહેકુબપુરાના ત્રણ અને રહેમાનપુરાના એક મળી ૪ કસાઇ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ૭ ભેંસોને પાંજરાપોળમાં મોકલી આપી હતી.મહેકુબપુરા પશુઓને કતલખાને ધકેલવાનું હબ બનતું જઇ રહ્યું છે. વારંવાર પોલીસ દ્વારા કસાઇઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા છતાં આ પ્રવૃત્તિ બંધ થઇ નથી. રવિવારે ખેરાલુ પોલીસે ડભોડા પાસે આઇસર (જીજે ૦૨ ઝેડઝેડ ૭૯૭૧) ભેંસો ભરીને પસાર થતાં અટકાવ્યું હતું. મહેકુબપુરાના ચાલક બલોચ અકરમખાન અયુબખાન અને સોહીલખાન રમજાનખાને રહેમાનુપરાના માજીદ સીંધીના ત્યાંથી ૭ ભેંસો ભરી મહેકુબપુરાના સાહેબખાન સોહરાબખાન બલોચના ત્યાં કતલખાને લઇ જતા હોવાનું જણાવતાં પોલીસે બંનેની ધરપકડ કરી હતી અને રૂ.૫ લાખનું આઇસર જપ્ત કરી રૂ.૧.૦૫ લાખની કિંમતની ૭ ભેંસો પાંજરાપોળમાં મોકલી ૪ સામે ગુનો નોંધી બાકીના બેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

