Gujarat

કન્ટેમ્પટ મેટરનો નિકાલ કરો ઃ ચીફ જસ્ટિસ

અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટમાં કોર્ટના આદેશના તિરસ્કારની સુનાવણી મામલે રાજ્યના ચીફ સેક્રેટરી, પ્રિન્સિપલ સેક્રેટરી અને ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસના અધિકારી હાજર રહ્યા. જે દરમિયાન ચીફ જસ્ટિસે ચીફ સેક્રેટરી પંકજ કુમારને કહ્યું કે, એવા કેટલાક કિસ્સાઓ છે કે જેમાં હજુ કોર્ટના નિર્દેશોનું પાલન નથી થયું. વર્ષ ૨૦૧૧ની કેટલીક કન્ટેમ્પ્ટ મેટરો પેન્ડિંગ છે, જેનો નિકાલ થવો જરૂરી છે. રાજ્યને કાયદા અનુસાર મળેલ ઉપાયનો સરકાર ઉપયોગ કરી શકે છે, પરંતુ ઉપલી અદાલતના હુકમનું પાલન ન થાય તે નહીં ચલાવી લેવાય. આ મામલે સરકારી વકીલ અને અધિક સરકારી વકીલ સાથે ચર્ચા કરી તેનો નિકાલ થાય તે માટે પ્રયાસ કરવા પણ ચીફ જસ્ટિસે કહ્યું છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કોર્ટના આદેશનું સંપૂર્ણ પાલન ન થતા હળવી શૈલીમાં સરકારી વકીલને ગુજરાતી ભાષામાં કહ્યું કે ‘પહેલા રોકડા ચૂકવો’.રાજયના ચીફ સેક્રેટરી પંકજ કુમારને ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન હાજર રહેવાની ફરજ પડી છે. આ સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની વડપણવાળી ખંડપીઠે રાજ્યના ચીફ સેક્રેટરીને કોર્ટના અદેશોનું પાલન ન થવા મામલે ટકોર પણ કરી છે. વર્ચ્યુઅલ સુનાવણીમાં હાજર રહેલા ચીફ સેક્રેટરીને ચીફ જસ્ટિસે કહ્યું કે, કોર્ટના હુકમની તમામ અરજીઓ અંગે ચીફ સેક્રેટરી તાગ મેળવી તેનો નિકાલ કરવામાં આવે. સાથે કોર્ટે એ પણ કહ્યું કે, ‘કોર્ટના હુકમનું પાલન ન થાય તે ચલાવી લેવામાં નહીં આવે’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *