સૌ પ્રથમ આંગણવાડી માં અભ્યાસ કરનાર તથા ધોરણ -1 માં નવીન પ્રવેશ પામનારા ભુલકાઓ ને હાજર અધિકારીઓ,પદાધિકારીઓ,વડીલો તથા ગ્રામજનો દ્વારા તિલક કરી મોઢું મીઠું કરાવી શૈક્ષણિક પ્રવેશ કીટ આપી પ્રવેશ આપવામાં આવ્યો.આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરેલા ગામના વયો વૃદ્ધ હરશનભાઈ તારસિંગ રાઠવા તથા શાળા માં અભ્યાસ કરેલ અને પોતાના કાર્યક્ષેત્ર માં પ્રગતિ પામેલ અમરસિંહ વિરીયાભાઈ રાઠવા નર્મદા નિગમ અધિકારી (હાલ નિવૃત) અને શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલમાં GPSC અને PSI ની પરીક્ષા પાસ કરનાર ભાવેશભાઈ રાઠવા નું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે ધોરણ -3 થી 8 માં પ્રથમ ક્રમાંકે ઉત્તિર્ણ થયેલ બાળકોને સાઢલી જુથ ગ્રામ પંચાયતનાં તલાટી આર.ડી.અગ્રવાત તરફથી શૈક્ષણિક કીટ દાનમાં આપવામાં આવી.
ડી.પી.ઓ એ પ્રેરક ઉદબોધન માં દરેક વાલી પોતાના બાળકને શાળામાં નિયમિત મોકલવા તથા આજનાં ડીજીટલ યુગમાં શિક્ષણ લેવું ખૂબ જરૂરી છે.ગામનાં તમામ લોકોને ભાવિ પેઢીને નિરક્ષરતા ના દરને ઓછો કરવા દરેક ને 100% શિક્ષણ આપવા ખાસ સૂચન આપી ભાર પૂર્વક જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


