નડિયાદ
એલસીબી પોલીસે કપડવંજ ટાઉન વિસ્તારમાં બારોટવાડામાં નરસિંહની ચાલીમાં રહેતો કિરણ ઉર્ફે કીલ્લો મોહનભાઈ પરમાર પોતાના ઘરે દારુનો જથ્થો સંતાડી રાખી વેપલો કરી રહ્યો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે અહીયા છાપો માર્યો હતો. દરમિયાન બે વ્યક્તિઓ કિરણ ઉર્ફે કીલ્લો મોહનભાઈ પરમાર અને પૃથ્વીસિહ ઉર્ફે ભુરીયો હસમુખ પરમાર બન્ને પકડાઈ ગયા હતા. પોલીસે આ બન્નેને સાથે રાખી મકાનમા તપાસ આદરતા મકાનના ઉપલા માળેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતા કુલ વિદેશી દારૂની બોટલો નંગ ૧૨૮૧ કિંમત રૂપિયા ૧લાખ ૭૨ હજારનો દારૂ મળી આવ્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો અહીયા રહેતા પરેશ ઉર્ફે ટીનો હરેન્દ્ર બારોટ, યોગેશ ઉર્ફે યુગલ હરેન્દ્ર બારોટ અને રવિ હરેન્દ્ર બારોટે આ દારૂનો જથ્થો લાવ્યો હતો અને તમામ લોકો દારુનો વેપલો કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. આમ પોલીસે ૫ વ્યક્તિઓ સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.કપડવંજ ટાઉન વિસ્તારમાં જિલ્લાની એલસીબી પોલીસે દારુના વેપલા પર દરોડો પાડી રૂપિયા ૧.૭૨ લાખનો ઈંગ્લીશ દારૂ કબ્જે કર્યો છે. મકાનમાં સંતાડી છાની છુપી રીતે વેચાણ કરવામાં આવતો હતો. પોલીસે આ બનાવમા કુલ ૫ ઈસમો સામે પ્રોહિબિશન એકટ અંગેનો ગુનો નોંધ્યો છે. જ્યારે આમાથી બે ઈસમોને ઝડપી લીધા હતા અને ત્રણ ફરાર થઈ ગયા હતા.


