Gujarat

કપડવંજ-કઠલાલના કોરોના વોરીયર્સ શ્રેષ્ઠીઓનો  સમ્માન સમારોહ યોજાયો.

રીપોર્ટર.મકસુદ કારીગર, કઠલાલ
બંધન ગાર્ડન હોટલ ખાતે ગુરુકૃપા માનવસેવા ટ્રસ્ટ અને ગુજરાત પ્રેસ એન્ડ મીડિયા કપડવંજ – કઠલાલ ના પત્રકારો દ્વારા કઠલાલ-કપડવંજ  તાલુકાના કોરોના વોરિયર્સ તરીકે અને પોતાની જાનમાલની પરવા કર્યા વગર કપરા સંજોગોમાં સેવા કરી તેવા ૩૫  થી વધારે તલાટીઓ ,ટીડીઓ,પ્રાંત અધિકારી, ટાઉન પી.આઇ, ભગવતી ડેવલપર્સના માલિક જગદીશ ભટ્ટ, જે.બી હોસ્પિટલના  ડૉ ગઢવી સાહેબ,  એ.સી હોસ્પિટલના ડૉ ગિરીશ ભાઈ તલાટી ,સહયોગ હોસ્પિટલના  ટ્રસ્ટી તેમજ પ્રમુખ અબ્દુલ ભાઈ શેખ તેમજ આસીફ ભાઈ શેખ અને ઉપસ્થિત સૌ કોરોના વોરીયર્સનું  ગુરુકૃપા માનવ સેવા ટ્રસ્ટ અને ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ડાયરી પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કઠલાલના સેવાભાવી પ્રશાંત ઠાકર તરફથી માનવસેવા કરવા બદલ સર્વોદય હોસ્પિટલ ને રૂપિયા ૫૧૦૦૦ / દાન આપવામાં આવ્યું તેમજ આ સન્માન સમારંભમાં વોરિયર્સને પ્રોત્સાહિત કરવા કઠલાલ-કપડવંજ તાલુકાના પત્રકાર મિત્રો, ચેતનદાસ પટેલ, તનમય રાવલ, ભાવિન જોશી, સુરેશ રાજગોર, દિનેશ જોષી,અજીજ ખેરાડા, કીર્તન પરીખ, રાજેશ દવે, નીલમ શાહ અનારા સરપંચ, ઇમરાન વહોરા, મકસુદ કારીગર, તેમજ મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પધારેલા કોરોના વોર્યરસએ પોતાના અનુભવો જણાવી સંસ્થા દ્વારા કરવામાં આવેલ સ્વાગત બદલ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

IMG-20220205-WA0090-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *