Gujarat

કપડવંજ વોર્ડ નં.૬ એચ.એમ.કોલોની ખાતે સ્વચ્છતા અને પોષણ અભિયાન કાર્યક્રમ યોજાયો

રીપોર્ટર.મકસુદ કારીગર.કઠલાલ
દોસ્ત ફાઉન્ડેશન અને ડાબર ઇન્ડિયા લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તેમજ કપડવંજ તાલુકા વિદ્યાર્થી સંઘના સહયોગથી  એચ.એમ.કોલોની માં ૫૦ જેટલા પરિવારને બાળકો માટે ડાબર વિટા, સાબુ, શેમ્પુ તેમજ વડીલો માટે ડાબર ચ્યવનપ્રકાશ, તુલસી ડ્રોપ, એન્ટિસેપ્ટિક, ગિલોય ઘનવટી જેવી વસ્તુઓની કીટ અંદાજે (રૂ.૩૫ હજારથી વધુની વસ્તુ ) વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. સાથે બાળકો અને સમુદાયના લોકોને સ્વચ્છતા અને પોષણ માટેની સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ પ્રસંગે કપડવંજ નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલ, એ.પી.એમ.સી.ચેરમેન નિલેશભાઈ પટેલ, બી.આર.સી.કો.ઓ. ઇન્દ્રવિજયસિંહ પરમાર તેમજ આચાર્ય મીનેશભાઈ પ્રજાપતિ તથા કોલોનીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા

FB_IMG_1653400678577.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *