રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ શહેર માં આવેલ નાની રત્નાકર માતાજી મંદિર, કપડવંજ ખાતે ટિફિન બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તથા સૌએ ઘરેથી લાવેલું ટિફિનનું ભોજન લીધું હતું. દશરથભાઈ પટેલ, જી. સંગઠન મંત્રી નિલેશભાઈ પટેલ, જી. મંત્રી ગોપીભાઈ પટેલ, જી.મંત્રી વર્ષાબેન વ્યાસ, ન.પા પ્રમુખ મોનિકાબેન પટેલ, સંગઠન પ્રમુખ અશિષભાઈ શાહ, મહામંત્રી સુરેશભાઈ પારેખ, કપડવંજ નગરપાલિકાના કાઉન્સિલરો, જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.