સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે ખેતપેદાશ જણસની વેચાણ અર્થે ઓછી આવક જોવા મળી હતી. જો કે આજે પણ કમોસમી માવઠાની શક્યતાથી ખેડૂતોને માહિતગાર કરવામાં આવેલ. એમાં પણ ગઈકાલે રાત્રે વાદળના ગગડાટ અને વીજળીના ચમકારા થોડી છાંટાછૂટી થતાં ખેડૂતો પણ સાવધાન થયાં હતાં. હવે ખેડૂતો પણ વહેલાસર હવામાનની જાણકારી અંગે જાગૃત થયેલાં જોવા મળે છે. આમ પણ કાળી મહેનત બાદ ઉત્પન્ન થતી ખેતપેદાશનું મૂલ્ય ખેડૂતો તો જાણતાં જ હોય છે. જો કે ગઈકાલે પણ ખેતપેદાશ જણસીની આવક થોડી ઓછી તો જોવા મળી હતી. ખેડૂતોને સાવરકુંડલા માર્કેટયાર્ડ દ્વારા આ કમોસમી માવઠાની શક્યતા સંદર્ભે જરૂરી સૂચના પણ આપવામાં આવી હતી. આજરોજ સાવરકુંડલા માર્કેટયાર્ડમાં ખેતપેદાશ જણસમાં ચણા ૨૦૦૦ મણ આવક થઈ હતી પરંતુ કપાસ ૩૦૦ મણ, શીંગ ૨૦૦ મણ વેચાણ માટે આવી હતી. આમ ખેડૂતો પણ હવે બદલતાં હવામાન સંદર્ભે જાગૃત થયા છે


