Gujarat

કર્મચારીઓએ  મતદાન કરવાના શપથ લીધા

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨માં દરેક નાગરિક પોતાનો મત આપીને લોકશાહીના અવસરને ખરા અર્થમાં સાર્થક બનાવે તે હેતુસર જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજના વડપણ હેઠળ કાર્યરત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જૂનાગઢ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુસર મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના કામદારોએ લોકશાહીના મહાપર્વમાં અચૂક ભાગ લેવા તેમજ મતદાનના દિવસે પોતાનો મત આપવા જણાવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ ખાતે કામદારોને ચૂંટણીમાં મતાધિકારના ઉપયોગ માટે જાગૃત કર્યા અને મતદાન કરવા માટેના શપથ લેવડાવ્યા તથા ચૂંટણીના દિવસે મતદાન માટે દૂધ સંઘ તરફથી તેઓને સવેતન રજા મળે તે સુનિશ્ચિત કર્યા હતા.

matdan-shapath-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *