એ લોક કેન્દ્રિત શાસનની ચાવી છે.. તે વાતને સાકાર કરતા જૂનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી પછી જિલ્લા સ્વાગતનો હકારાત્મક અભિગમ તેમજ આનંદદાયક રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે.
ચૂંટણી બાદના યોજાયેલ આ પ્રથમ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સુશાસન સપ્તાહના ભાગરૂપે માણાવદર તાલુકાના અરજદારશ્રી કારીબેન સોંદરવાના જમીન શરતફેર બાબતે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજુ કરવામાં આવેલ પ્રશ્નનો કલેકટરશ્રી રચિત રાજ દ્વારા હાજર સંલગ્ન અધિકારીશ્રીઓની હાજરીમાં સ્થળ પર જ નિર્ણય કરી હુકમ કરવામાં આવ્યો હતો. સાથે સાથે અન્ય ૧૬ અરજીઓનો પણ હકારાત્મક અભિગમ સાથે નિર્ણય કરી નિકાલ કરી, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુણાત્મક અભિગમ સાથે જનતાના પ્રશ્નોના સમયસર નિવારણ માટે ઉત્સુકતાપુર્વક સતત પ્રયત્નશીલ રહેલ હોવાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર નાગરીકોની ફરીયાદોના ત્વરીત નિરાકરણ કરવા માટે ઉતમ પ્રયાસ હાથ ધરવામાં હંમેશા તત્પરતા દર્શાવતું રહેશે. તેમ કલેકટરશ્રી દ્વારા જાહેર જનતાને સંદેશ આપ્યો છે. .
