Gujarat

કલેડીયા ગામની મેઘાબેન દરજીએ વિધાનસભાની ચૂંટણીમાં પીઠી ચોળી પ્રથમ મતદાન કરી લોકોને મતદાન કરવાની અપીલ કરી

છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલી વિધાનસભાની ત્રણ બેઠકની ચૂંટણીના મતદાનમાં સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા કલેડિયા ગામની મેઘાબેન દરજીએ પીઠી ચોળી પ્રથમ વખત મતદાન કરી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના બીજા તબકકામાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર મતદાનની પ્રક્રિયા દરમિયાન લોકશાહીના આ મહાપર્વમાં છોટાઉદેપુર જિલ્લાના મતદારોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ઠ સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા કલેડિયા ગામની મેઘાબેન દરજીએ વિધાનસભાની ચૂંટણીમાં પીઠી ચોળી પ્રથમવાર મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચતા લોકોમાં કુતુહૂલ સર્જાયું હતું.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ઠ કલેડિયા ગામે શરીરે પીઠી ચોળી મતદાન માટે પહોંચેલી યુવતિને જોઇ ગામલોકો પણ અચંબિત થઇ ગયા હતા. કલેડિયા ગામની મેઘાબેન દરજી કે જેઓ પ્રથમ વખતના મતદાતા છે તેમણે કલેડિયા ખાતેના મતદાન મથકમાં જઇ મતદાન કર્યું હતું.
લોકશાહીના મહાપર્વ એવા સમી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરી તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *