Gujarat

કલોલમાં દવા બનાવતી કંપનીમાં વિકરાળ આગ ભભૂકી

ગાંધીનગર
રાજ્યમાં ઔદ્યૌગિક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ગાંધીનગરના કલોલની જીઆઇડીસીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. કલોલ જીઆઈડીસીની દવા બનાવતી એક કંપનીમાં આ વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી, જેના પગલે વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા જાેવા મળ્યા હતા. જાે કે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા છે. વિકરાળ આગને પગલે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. આગની તીવ્રતા જાેતા કલોલ, કડી, વિજાપુર, માણસા, ગાંધીનગર, અમદાવાદની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી જઈને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. દવાની ફેક્ટરીમાં આગ એટલી ભીષણ છે કે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટેગોટા દેખાઈ રહ્યા છે. જેના પરથી જ આગની ભયાનકતાનો અંદાજ લગાવી શકાય છે. હાલમાં કલોલ મામલતદાર, કલોલ ટીડીઓ, ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. તેમજ એમ્બ્યુલન્સ તેમજ પોલીસ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.ગાંધીનગરના કલોલ ખાતે સઈજ જીઆઇડીસીમાં ભીષણ આગ લાગી હતી. કલોલની સઈજ જીઆઇડીસીની એક દવા બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર લાગેલી ભીષણ આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉઠતા જાેવા મળ્યા હતા. જાે કે ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ફાયર બ્રિગેડની છ ગાડીઓ આગ ઓલવવાનાં પ્રયાસમાં લાગી ગઈ છે.

A-huge-fire-broke-out-in-a-pharmaceutical-company.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *