ગાંધીનગર
અમદાવાદ રહેતાં મનીષભાઈ અરવિંદ પટેલ કલોલ રકનપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નંબર-૮૧૬માં છેલ્લાં ૨૫ વર્ષથી એકવા પ્રાઈવેટ લિમિટેડ નામથી મિનરલ વોટર કંપની ચલાવે છે. કંપની શરૂ થઈ ત્યારથી દસથી બાર કર્મચારીઓ માટે અહીં બે માળના રૃમો બનાવવામાં આવ્યા છે. જ્યાં કર્મચારીઓ રહેતા હતા. જાેકે, લોકડાઉનના કારણે આઠ મહિનાથી કંપની બંધ કરવાની નોબત આવી હતી. કંપનીમાં ત્રણ વર્ષથી કામ કરતાં નારાયણ મખ્ખનસિંહ (મૂળ રહે. રાયપુરખેર, અલીગઢ, ઉત્તર પ્રદેશ) અહીં ઉપરના માળે રૂમમાં રહીને કંપનીની રખેવાળી કરતો હતો. જે તે સમયે કંપની ચાલુ હતી તે વખતે નારાયણને મરાઠી પત્ની શોભના મળવા આવતી હતી અને થોડા દિવસ રોકાઈને જતી રહેતી હતી. આ નારાયણને વતનમાં બીજી પત્ની પણ હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ છેલ્લા પંદર દિવસથી રકનપુર ભાગ્ય લક્ષ્મી એસ્ટેટમાં મિનરલ વોટરનો ધંધો કરતાં વિષ્ણુ મહેતાને ઉક્ત જગ્યા ભાડે આપવામાં આવી છે. ગઈકાલે સાંજના સમયે વિષ્ણુ મહેતાએ ફોન કરીને મનીષભાઇને જાણ કરી હતી કે રૂમમાંથી અસહ્ય દુર્ગંધ મારી રહી છે. કોઈ સ્ત્રીની લાશ પડી છે. જેનાં પગલે મનીષભાઈ તાબડતોબ કંપની પર દોડી આવ્યા હતા. રૂમમાં મહિલાની લાશ પડી હતી. જેનાં પર ચાદર ઓઢાડી રાખેલી હતી અને એકદમ વિકૃત હાલતમાં સડી ગયેલી લાશ જાેઈ સૌ ગભરાઈ ગયા હતા. બનાવની જાણ થતાં સાંતેજ પોલીસ પણ સ્થળ દોડી ગઈ હતી. પોલીસે તપાસ હાથ ધરતાં મહિલાની લાશ શરીરે પગમાં ઝાંઝર અને બુટ્ટી હતી. તેમજ નાયલોનની દોરીથી ગળાફાંસો આપેલી હાલતમાં અત્યંત વિકૃત હાલતમાં લાશ હતી. અજાણી મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટિએ લાગી રહ્યું છે. તેમજ લાશ સડી ગયેલી હાલતમાં હોવાથી એકાદ મહિના અગાઉ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ રૂમમાં રહેતાં નારાયણની હાલમાં શોધખોળ ચાલુ છે. જે હાથમાં આવે પછી લાશની ચોક્કસ ઓળખવિધિ થાય તેમ છે. બીજી તરફ આ પ્રકરણમાં નારાયણે દોઢેક મહિના અગાઉ સાંતેજ પોલીસ મથકમાં પત્ની ગુમ થયાની અરજી આપી હોવાનું પણ બહાર આવ્યું છે. હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર કલોલના રકનપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મિનરલ વોટરની કંપની ખાતે યુપીના મજૂરે કોઈ કારણસર પત્નીને નાયલોનની દોરી વડે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાની નોંધ સાંતેજ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આશરે એકાદ મહિના અગાઉ મહિલાની હત્યા કરી દેવામાં આવી હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.
