Gujarat

કલોલ અંબિકા પાસે કારની ટક્કરે બાઈકસવારનું મોત

કલોલ
કલોલ હાઇવે પર આવેલ ગોકુલધામ સોસાયટીમાં ભીખાભાઇ ઉર્ફે મુન્નાભાઇ હરગોવનભાઇ પટેલ રહેતા હતા. જેઓ પશુપાલનનો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જે તા.૧૮ જુલાઇના રોજ પોતાનું બાઇક લઇ સઇજ ખાતે આવેલ તેમના ભેંસોના તબેલા ખાતે જઇ રહ્યા હતા. ત્યારે કલોલ અંબિકા બસ સ્ટોપ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન આવી રહેલ સ્વીફ્ટ ડીઝાયર કાર ના ચાલકે પોતાની કાર પુર ઝડપે તેમજ ગફલત ભરી રીતે હંકારી બાઇકને ધડાકાભેર ટકકર મારી હતી અચાનક થયેલા અકસ્માતના પગલે મુન્નાભાઇ બાઇક સાથે રોડ પર નીચે પટકાયા હતા. જેના પગલે તેમના શરીરે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જ્યારે અકસ્માત સર્જનાર કાર પણ પલ્ટી ખાઇ ગઇ હતી. જેમાં કાર ચાલકની પત્નીને પણ ઇજાઓ થવા પામી હતી. ફરજ પરના તબિબે તેમને મૃત જાહેર કરતા શોકની લાગણી ફરી વળી હતી. આ અંગે મૃતકના પુત્ર ક્રિશ પટેલે ફરિયાદ નોંધાવી હતી.કલોલ હાઇવે પર અકસ્માતના બનાવોમાં વધારો થવા પામ્યો છે. તેમાં પુરપાટ જઇ રહેલ વાહનની ટકકરના પગલે ઘણા લોકોના મોત નિપજવાના બનાવો બની રહ્યા છે. આવોજ એક બનાવ કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક બનવા પામ્યો હતો. જેમાં પુરપાટ આવી રહેલ કાર ચાલકે બાઇક સવારને ટકકર મારતા તેનુ કરૂણ મોત નિપજ્યુ હતું.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *