જનતા કિ જાનકારી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામ માં સ્થાપિત આલબાઈ માતાજી નું એક પોરાણીક મંદીર આવેલું છે જે ખુબ જુનું અને પોરાણીક મંદીર છે જે મોટા આસોટા ગામથી લગભગ 4થી 5 કિ.મી ના અંતરે દરિયા ના કિનારા ની બાજુમાં આવેલ છે જ્યા રોજ ભક્તો શ્રધાળું ની હંમેશા ભીળ જોવા મળતી હોય છે દુર દુર થી લોકો માં આલબાઇ ના દર્શન કરવા આવે છે
અગમી તારીખ 5 મે 2021 થી 7 મે એટલે કે ત્રણ દિવસ સુધી માં આલબાઇ માતાજી ના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ત્રિદિવસય ધાર્મીક પ્રસંગે વિવિધ પ્રકારના કાર્યક્રમો માં ચારણ માતાજીઓ સાધું સંતો મહંતો મંત્રીઓ સંસદો ધારાસભ્યો સરકારી કર્મચારીઓ આમંત્રીત કરાયા છે
જેમાં તારીખ 6 મે 2021 ના રોજ ભવ્ય લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં નામી અનામી કલાકારો સાથે ભવ્ય લોક ડાયરો યોજાશે
આલબાઇ માતાજીના ભક્તો દ્વારા શિખર બધ્ધ ભવ્ય નવ નિર્માણ મંદીર બનાવા માં આવ્યું છે જેમાં માતાજી ની ભવ્ય અને સુંદર મુર્તિ ઓની ધાર્મીક વીધી દ્વારા બિરાજમાન કરવામાં આવશે તા 5 મે ગુરુવાર ના રોજ હે માદ્રી શ્રાવણ, પ્રાયશ્ચિત, દેહ શુધ્ધિ, ગણેશ પુજન પુણ્યાય વાંચન માત્રુકા પુજન, નાંદી શ્રાધ , મંડપ પ્રવેશ વાસતું પુજન અને રાત્રે સંતવાણી લોક ડાયરો યોજાશે જેમાં
શ્રી દેવરાજ ભાઈ ગઢવી
(લોક સાહિત્યકાર ઉપલેટા વારા ) તેમજ શ્રી રામભાઈ ગઢવી (ખંભાળીયા વારા) તેમજ શ્રી અભયદાન ગઢવી
(જામ ખંભાળિયા વારા)
શ્રી રામદેવ ભાઈ સંઘીયા
(મોટા આસોટા વારા )
લોક ડાયરા ના કલાકારો ઉપસ્થિત રહેશે
તેમજ ખજૂરીયા તેમજ જુવાનગઢ ની પ્રખ્યાત રાસ મંડળી દ્વારા કાન ગોપી રાસ નું પણ આયોજન કરવામાં આવ્યું છે
જેમાં સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે
અહેવાલ : વજસી વરવારીયા મોટા આસોટા