જિલ્લાના પ્રત્યેક બૂથમાં ૨૫ મી ડિસેમ્બરના રોજ પૂર્વ પ્રધાનમંત્રી અને ભાજપાના પ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસને દર વર્ષની જેમ આ વર્ષે પણ સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ હતું.જે અંતર્ગત કવાંટ તાલુકાના પાનવડ ખાતે મહાદેવ મંદિરના પરિસરમાં પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા અને જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં પરમ શ્રદ્ધેય સ્વ અટલબિહારી વાજપેયીજીની પ્રતિમાને કાર્યકરો ઘ્વારા પુષ્પ અર્પણ કરી પુષ્પાનજલીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.જિલ્લા અધ્યક્ષે સ્વ અટલજીના જીવન વિશે કાર્યકરોને પ્રકાશ પડ્યો હતો.પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્યએ ગુજરાત અને કેન્દ્રની ભાજપા સરકાર ઘ્વારા પ્રજાલક્ષી યોજનાઓ અમલમાં મૂકી પ્રજા સુશાસનના ફળ ચાખી રહ્યું છે.છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચી છે.છેલ્લા ૨૭ વર્ષથી વધુ સુશાસન કરી પ્રજાએ ભાજપા સરકારને ફરી જંગી મતોથી સેવા કરવાનો મોકો આપ્યો છે.તે સુશાસન જ છે.આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ગોવિંદભાઇ રાઠવા,કવાંટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા,પ્રદેશ મહિલા મોરચા કારોબારી સભ્ય ઉષાબેન પટેલ સહીત પદાધિકારીઓ,આગેવાનો,કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત અને ગામજનો,કાર્યકર્તાઓના પ્રશ્નો સાંભળ્યાં હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


