ગીતાબેન ના અથાગ પ્રયત્નોથી કવાંટ નગરમાં ૧.૩૫ કરોડ ના ખર્ચે આર.સીસી રસ્તા બન્નાર છે જેનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવતા કવાંટ નગરજનો દ્વારા ઢોલ નગારા અને ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યુ અને આર.સીસી રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજરોજ કવાટ તાલુકાના માર્ગ-મકાન વિભાગ દ્વારા 11 રસ્તા અને પુલ ના કામો મંજૂર થયેલા જેનો ખાતમુહૂર્ત સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું. જેમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ છાયા બેન શિક્ષણ સમિતિ ચેરમેન ભાવનાબેન ઉપપ્રમુખ મિલનભાઈ રાઠવા કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા. કવાટ સરપંચ શીલા બેન. ઉપસરપંચ સંદીપ પંચાલ ગ્રામ પંચાયત સદસ્યો કવાંટ ગામના વડીલ એવા અરવિંદભાઈ પટેલ ડોક્ટર કે સી પરમાર. વિજયભાઈ રાઠવા વરસનભાઈ રાઠવા ગુજરાત ભાજપ યુવા મોરચા પ્રમુખ મુકેશભાઈ રાઠવા જિલ્લા પંચાયત સદસ્ય રણજીતભાઈ કવાટ તાલુકા ભાજપ પ્રમુખ રમણ સિંહ ભાઈ તેમજ કવાટ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સૈડીવાસણ રોડનું ખાતમુહૂર્ત કર્યા બાદ કવાટ કામનાથ મહાદેવ મંદિરેથી ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે રામજી મંદિર ખાતે ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


