Gujarat

કવાંટ પો.સ્ટેના મોટી કઢાઈ ગામેથી મોટર સાયકલ ઉપર લઈ જવાતા કિ.રૂ. ૪૨,૯૧૨/- નો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ પકડી પાડતી કવાંટ પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ આગામી સમયમાં ચોજાનાર વિધાનસભા ચુંટણી અનુલક્ષીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇંગ્લીશ દારૂની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી વેચાણની અસમાજીક પ્રવૃત્તિ સદંતર નેસ્તનામુદ કરવા માટે આપેલ સુચના અને માર્ગદર્શન આધારે  કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવિઝન નાઓના સંકલનમાં રહી પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિ નેસ્તોનાબુદ થાય તે સારૂ આજ રોજ પો.સ.ઇ.શ્રી સી.એમ.ગામીત કવાંટ પોસ્ટે નાઓ આજ રોજ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મોજે મોટી કઢાઈ ગામે, મોટી ઝડૂલી તરફથી આવતા રસ્તા ઉપરથી લઈ જતો આરોપી મનસુખભાઈ ગોવિંદભાઈ જાતે કુ.ભીલ ઉવ. ૨૨ રહે. દામણીયાઆંબા, કુસુમ્બિયા ફળીયુ તા. નસવાડી જિલ્લો છોટાઉદેપુર નાઓને તેની કાળા કલરની હીરો કંપનીની ગ્લેમઅર મોસા નંબર GJ-36-AA-6684 ની ઉપર વગર પાસ પરમીટે ભારતીય બનાવટના ઈંગ્લીશ ઘરૂની બોટલો નંગ-૨૮૮ કિરૂ. ૪૨,૯૧૨/- નો પ્રોહી મુદામાલ તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરી માટે વાપરેલ હીરો કંપનીની ગ્લેમઅર મોસા નંબર GJ-31-AA-684 ની કિરૂ. ૪૦,૦૦૦/- તથા આરોપીની અંગઝડતી માંથી મળી આવેલ મોબાઈલ નંગ – ૦૧ કિરૂ. ૫,૦૦૦/- મળી કુલ કિરૂ. ૮૭,૯૧૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. આમ કવાંટ પોલીસને ઈંગ્લીશ દારૂની હેરાફેરી નો ગણનાપાત્ર કેશ શોધી કાઢવા સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221122-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *