કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરી દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાની વાર્ષિક શિબિર શ્રી સરદાર પટેલ વિદ્યાલય ખામટા મુકામે આયોજીત કરવામાં આવી હતી. આ વાર્ષિક શિબિરમાં તારીખ ૧૪/૦૩/૨૦૨૨ના રોજ માનનીય કલેક્ટર સાહેબ, રાજકોટ અને નિવાસી અધિક કલેક્ટર સાહેબ, રાજકોટના માર્ગદર્શન હેઠળ માધવ હાથી સાહેબ દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમ અને નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ કલેકટર કચેરીમાંથી ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડી.પી.ઓ. માધવ હાથીસાહેબ, પડધરીના નાયબ મામલતદાર શ્રી મોરડીયાસાહેબ, નાયબ મામલતદાર શ્રી દ્ર્ષ્ટ્રીબેન કાચા, રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાંથી દવે સાહેબ, સરદાર પટેલ વિદ્યાલયના આચાર્યશ્રી આર.આર.સભાયા સાહેબ, કન્યાશાળા ખામટાના આચર્યશ્રી, ખામટા ગામના ઉપસરપંચ જગદીશભાઇ, ગામ અગ્રણી ભીમજીભાઇની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન સત્ર બાદ માધવ હાથી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાંથી આવેલ દવે સાહેબ અને તેની ટીમ દ્વારા ફાયર સેફ્ટી માટેના વિવિધ પગલાં વિશે અને સ્વબચાવની કેટલીક અગત્યની માહિતીઓ આપવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા આગને કંટ્રોલ કરવા માટે નિદર્શન પણ રજૂ કરવામાં આવ્યું જેમાં સ્વયંસેવકો વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફ આ પણ નિદર્શનમાં જોડાયો હતો.
ત્યારબાદ પડધરી ૧૦૮ની ટીમમાંથી આવેલ ઇ.એમ.ટી. મહેંદ્રભાઇ ચૌહાણ, રવિન્દ્રભાઇ પટેલીયા, હાર્દિકભાઇ નંદાણીયા દ્વારા ૧૦૮ની વિવિધ કામગીરી અને તેમના દ્વારા લોકોને મળતી સુવિધાઓ વિષે તમામને માહિતગાર કરવામાં આવ્યા હતા. ૧૦૮માં મળતી જુદી-જુદી સેવાઓ અને તેમાં કરવામાં આવતી પ્રાથમિક સારવાર વિશે સમગ્ર ટીમે ખુબ સુંદર રીતે નિદર્શન કર્યું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટની તાલીમના ભાગરૂપે જ બપોર બાદ એન.એસ.એસ.ના સ્વયંસેવકો માટે ફર્સ્ટ એડની તાલીમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં ઇન્ડીયન રેડ્ક્રોસ સોસાયટીમાંથી આવેલ ટી.ઓ.ટી. રહીમભાઈ દલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર માટે જરૂરી માર્ગદર્શન તથા આકસ્મિક ઇજાઓ સમય કઈ રીતે પોતાની જાતને સુરક્ષિત રાખીને બીજાને બચાવી શકાય એ માટેની ખૂબ જ અગત્યની માહિતીઓ આપવામાં આવી હતી.
ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ પડધરીના એન.એસ.એસ.ના સ્વયંસેવકો, સરદાર પટેલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, કન્યા વિદ્યાલય ખામટાના બહેનો, ગામજનો તથા ઉપરોક્ત તમામ સંસ્થાઓના સ્ટાફ મિત્રો અને આચાર્યશ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડી.પી.ઓ. માધવ હાથી સાહેબની દેખરેખ હેઠળ પ્રોગ્રામ ઓફીસર ડોક્ટર ધર્મેશ પરમાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો જેનો ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો.
અહેવાલ- નિખીલ ભોજાણી
Attachments area