તાજેતરમાં બોરસદ તાલુકાના કસુંબાડ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા જલવાયુ પરિવર્તન વિષયે વર્કશોપ યોજાયો હતો જેમાં ક્લાઇમેટ ચેન્જની માનવ જીવન પર થતી ગંભીર અસરો, ક્લાઇમેટ ચેન્જ માટેના જવાબ કારણો, તેને અટકાવવાના ઉપાયો તથા જલવાયું પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાને અટકાવવા માટે વ્યક્તિગત કેવા પ્રયત્નો કરી શકાય તેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ માટે માહિતીસભર અને રસપ્રદ નિવડેલા આ વર્કશોપનું સંચાલન ચિરાગ રોહિત તથા અયાઝ શેખ મારફતે થયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય સહિત સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.


