Gujarat

કસ્ટમ વિભાગે ગુપ્ત જગ્યાએ સોનું છુપાવીને દાણચોરી કરતી મહિલાઓને ઝડપી

હૈદરાબાદ
કસ્ટમ વિભાગે સોનાની તસ્કરીનાં આરોપમાં ૩ મહિલા યાત્રીઓની ધરપકડ હૈદરાબાદ એરપોર્ટ ખાતેથી કરી હતી. આ ત્રણેય દુબઈથી આવ્યા હતા અને પોતાની સાથે મોટી માત્રામાં સોનું પોતાનાં અંતઃવસ્ત્રોમાં છુપાવી લાવ્યા હતા. મહિલાઓએ પોતાનાં અંતઃવસ્ત્રોમાં અને હેર બેન્ડમાં પણ સોનું છુપાવી દીધું હતું. જાે કે કસ્ટમ અધિકારીઓની આંખોથી તેઓ બચી શક્યા નહોતા. જપ્ત કરાયેલ સોનાનું વજન ૩૨૮૩ ગ્રામ છે અને તેની કિમ્મ્ત આશરે ૧ કરોડ ૭૨ લાખ જેટલી હોવાનો અંદાજ છે. આ સિવાય હૈદરાબાદ કસ્ટમ વિભાગે કુવૈતથી આવેલા ૨ પુરુષ યાત્રીઓની પણ ધરપકડ કરી છે જે વિમાન નંબર ત્ન૯-૪૦૩ થી બે સોનાના છડા, બટન અને તેઓના ચેક ઇન બેગેજની અંદર પણ સોનું છુપાવીને લાવી રહ્યા હતા. આ જપ્ત કરાયેલ સોનાનું કુલ વજન ૮૫૫ ગ્રામ છે. હૈદરાબાદ કસ્ટમ વિભાગને એરપોર્ટ પર સતત સ્મગ્લિંગનો માલ દુબઈથી આવી રહ્યો હોવાની ફરિયાદ મળતી હતી. ત્યાર બાદ કસ્ટમ વિભાગે કડકાઇ રાખી હતી અને કરોડોનું સોનું ચાંદી જપ્ત કર્યું હતું. મળતી માહિતી અનુસાર દુબઈની ફ્લાઇટથી એક મહિલા પેસેંજર આવી હતી. તેને રોકવામાં આવી હતી. જેણે પોતાનાં હેર બેન્ડ અને ડ્રેસના કેટલાક ભાગમાં ૨૩૪ ગ્રામ સોનું છુપાવીને રાખ્યું હતું. તપાસ બાદ એક પછી એક ત્રણ મહિલા યાત્રીઓ પાસેથી સોનું મળી આવ્યું હતું જેના અંતઃવસ્ત્રોમાં પણ સોનું છુપાવવામાં આવ્યું હતું. અગાઉ સપ્ટેમ્બર માહિનામાં મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ ડિપાર્ટમેન્ટે મોટી કાર્યવાહી કરી હતી. કસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ લગભગ ૧૨ કિલોગ્રામ ગોલ્ડને જપ્ત કર્યું હતું. જપ્ત કરવામાં આવેલા ગોલ્ડની કિંમત લગભગ ૬ કરોડ રૂપિયા હતી. કસ્ટમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ એક ખાસ રીતે બનાવવામાં આવેલા બેલ્ટની અંદર છુપાવીને વિદેશમાંથી આ ગોલ્ડને લાવવામાં આવ્યું હતું. મૂળ સુદાનના રહેવાસી એવા ૬ ઓરપીઓની ધરપકડ કરીને તેમની એરપોર્ટ પર પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઈમાં આ ગોલ્ડ તસ્કરો કોના-કોના સંપર્કમાં હતા, તે અંગે હાલ પૂછપરછ ચાલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *