કાબુલ
આતંકી સંગઠનના એક સ્થાનીક સહયોગીએ પોતાની ટેલીગ્રામ ચેનલ પર લખ્યુ કે હુમલો પયગંબર મોહમ્મદના અપમાન પર પ્રતિક્રિયા હતી. ઇ,સ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સે કહ્યું કે તેમના એક લડાકૂએ કાબુલમાંહિન્દુ અને શીખ મંદિરમાં પ્રવેશ કર્યો, તેના ગાર્ડને માર્યા બાદ અંદર રહેલ મૂર્તિ પૂજા કરવાના સ્થળ પર મશીન ગન અને હેન્ડ ગ્રેનેડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના થોડા દિવસ પહેલા ૈંજીદ્ભઁ એ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં હિન્દુઓ અને શીખો પર હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. આતંકી સંગઠન તરફથી જારી વીડિયોમાં ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે તેમાં માર્ચ ૨૦૨૦માં ગુરૂદ્વારા પર થયેલા હુમલાની વાત પણ સામેલ ગતી. આતંકી સંગઠને આ રીતે હુમલો કરવાની ચેતવણી આપી હતી. અફઘાનિસ્તાનમાં શીખ અલ્પસંખ્યક છે. માહિતી મળી છે કે આ નવી ઘટના બાદ સરકારે ૧૦૦ શીખ-હિન્દુઓને ઈ-વીઝા આપ્યા છે. એક ગુરૂદ્વારામાં ઘણા વિસ્ફોટ થયા, જેમાં એક શીખ સહિત બે લોકોના મોત થયા અને સાતને ઈજા પહોંચી હતી. તો અફઘાન સુરક્ષાકર્મીઓએ વિસ્ફોટક ભરેલા એક વાહનને ગુરૂદ્વારામાં પ્રવેશ કરતુ રોકી મોટી ઘટનાને ટાળી દીધી હતી. સમાચાર એજન્સીએ જણાવ્યું કે તાલિબાન સુરક્ષાદળોએ ત્રણ હુમલાખોરોને ઢેર કરી દીધા હતા. તાલિબાન દ્વારા નિયુક્ત ગૃહ મામલાના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે કહ્યુ કે અફઘાનિસ્તાનમાં શીખ સમુદાયના પૂજા સ્થળ પર હુમલામાં, શનિવારે સવારે કાબુલના બાગ એ બાલા ક્ષેત્રમાં કાર્તે પરવાન ગુરૂદ્વારા પર હુમલો થયો અને આતંકીઓ તથા તાલિબાન લડાકો વચ્ચે કલાકો સુધી અથડામણ ચાલી હતી. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સ્થિત ગુરૂદ્વારા પર થયેલા હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધે છે. હવે સમાચાર છે કે પયગંબર મોહમ્મદને લઈને કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા. ખાસ વાત છે કે હાલમાં ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ ટીવી ડિબેટ દરમિયાન નિવેદન આપ્યું હતું. ત્યારબાદ વિવાદ ઉભો થયો હતો.
