આથી જામનગર જિલ્લાના તમામ નાગરિકોને જણાવવામાં આવે છે કે, શહેરીજનો પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે તેમજ પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરવા માટે હાનિકારક રસાયણ રહિત તાજા શિયાળુ શાકભાજી પોતાના ઘર આંગણે ઉગાડી શકે તેમજ આખા વર્ષ દરમિયાન ઘરે બેઠા પોષણક્ષમ આહાર મળી રહે તે માટે પોતાના ઘરની આસપાસ ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં વિવિધ પ્રકારના શાકભાજી જેમ કે ભીંડા, ટમેટાં, રીંગણાં, મરચાં, વાલોળ, પાપડી, ચોળી, પાલક, ધાણા, કોબીજ, બીટ, ગાજર વગેરેનું વાવેતર કરી શકે તે અંતર્ગત નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા શાકભાજીના બિયારણ અને સેન્દ્રીય/ઓર્ગેનિક ખાતરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જેથી, કિચન ગાર્ડન પ્રવૃત્તિમાં રસ ધરાવતા નાગરિકોએ કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ, નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન ૦૪, પહેલો માળ, રૂમ નંબર ૪૮, સુભાષ પુલ ખાતે, જામનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. આ અંગે વધુ માહિતી માટે કચેરીના ફોન નં.૦૨૮૮-૨૫૭૧૫૬૫ પર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.