Gujarat

કિડાણા મહેશ્વરી સમાજ તેમજ માનવતા ગ્રુપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું

મહેશ્વરી સમાજ ના ઇષ્ટદેવ પરમ પૂજ્ય મતીયા દેવ મેળા મહોત્સવ ૨૦૨૨ અંતર્ગત ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે શ્રી મતીયાદેવ મંદિર પરિસરમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
     શ્રી કિડાણા મહેશ્વરી સમાજ , મહેશ્વરી યુવા ગ્રુપ તેમજ માનવતા ગ્રુપ દ્વારા મંદિર પરિસરમાં અંજાર વન વિભાગના સાથ સહકાર થી ૫૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સમાજના આગેવાનોએ  માનવતા ગ્રુપની વૃક્ષારોપણ આ પહેલ ને બિરદાવી લોકો વધુમાં વધુ પર્યાવરણ લક્ષી કાર્યમાં જોડાઈ તેવો અનુરોધ કર્યો હતો. માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ વૃક્ષોને બાળકની જેમ ઉછેરી તેનું જતન કરવા અને અન્ય લોકોને પણ વૃક્ષો વાવવા ની પ્રેરણા આપવા અનુરોધ કર્યો હતો.  અગ્રણી નરેશ પહેલવાને પ્રેરણા પૂરી પાડી હતી.
     આ કાર્યને સફળ બનાવવા માટે સમાજના ધર્મગુરુ શ્રીભીમજીભાઈ  દામજીભાઈ મતિયા ,  સમાજ ના આગેવાનો પ્રમુખ  બલરામભાઈ ચાપસીભાઈ કન્નર ,મહામંત્રી વેલજી દેસર ભાઈ ભરાળીયા,ખજાનચી  કરશનભાઈ દેવજી ભાઈ જાજીયા, ઉપપ્રમુખ જીતુભાઇ હીરજીભાઈ કન્નર, પૂજારી સોનુભાઈ , મહેન્દ્રભાઈ ધેડા,  દિપક  કોચરા,.અમિત ધુવા, કુંદન બુચિયા તેમજ સમાજ ના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

IMG-20220915-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *