Gujarat

કિસાન સન્માન નિધિ યોજનાની સહાય  માટે ખેડૂતોએ ફરજીયાત ઈ-કેવાયસી કરાવવાનું રહેશે.  

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત સહાય મેળવતા છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોએ ફરજીયાત ઇ-કેવાયસી કરાવવાની રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા પરિવારોને વાર્ષિક ૬ હજારની સહાય ત્રણ હપ્તામાં ચૂકવાય છે. કેન્દ્ર સરકારની આ યોજનાના લાભાર્થીઓને સહાય મેળવવા માટે ફરજીયાતપણે આધાર કાર્ડ ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. જે લાભાર્થી ખેડૂતોએ ઈ-કેવાયસી અને આધાર કાર્ડ સીડીંગ નહિ કરાવ્યું હોય તેમના બેંક ખાતામાં હવેથી સહાય જમા થશે નહિ. ઈ-કેવાયસી કરવાનું બાકી હોય તેઓએ બાયોમેટ્રિક પ્રમાણીકરણની સુવિધા ધરાવતા કોમન સર્વિસ સેન્ટર અને ઈ- ગ્રામ કેન્દ્રમાં જઈ આ પ્રક્રિયા કરાવી લેવાની રહેશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *