Gujarat

કુંકાવાવ તાલુકા ના જંગર ખાતે આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યકમો યોજાયા..

કુંકાવાવ તાલુકા ના જંગર ગામ ના ભાગોળે બિરાજમાન શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર જંગર ના સાનિધ્યમાં પાવન અને પવિત્ર ભૂમિ ઉપર છેલ્લા પોણા દસ વર્ષથી દર શનિવારે રાત્રે 08 થી 09 ના સમયે એક કલાક ચાલતી અખંડ રામધૂન અને સવા વર્ષથી દર શનિવારે સાંજે પાંચ વાગ્યે શ્રી હનુમાનજી મહારાજ ને વ્હાલા બાળકો માટે શરૂ થતાં બટુક ભોજન અને પ્રસાદ નો તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું એક આયોજન કરાયું હતું જેમાં અનમોલ લ્હાવો સ્વ.જદુરામ ધ્યાનદાસ નિમાવત ના અંતરિક્ષ ના આશીર્વાદ થી તા. ૩૦-૦૪-૨૦૨૨ શનિવાર ના રોજ
ગંગા સ્વરૂપ પૃષ્પાબેન ભીખુભાઈ નિમાવત- ઈશ્વરીયા (જંગરવાળા)  ના સુપુત્રો શ્રી ગોપાલભાઈ ભીખુભાઈ નિમાવત – શાપર વેરાવળ, લલીતભાઈ ભીખુભાઈ નિમાવત ઈશ્વરીયા ( ચિત્રકુટ જ્વેલર્સ) ભરતભાઈ ભીખુભાઈ નિમાવત હાલમાં અનિડા (ચિત્રકુટ જ્વેલર્સ દેરડી કુંભાજી) ત્રણેય નિમાવત ભાઈઓ દ્વારા  મંદિરે સુંદર સાંજે સુંદરકાન્ડ તેમજ મહેમાનો દ્વારા નિમાવત પરિવાર ના સદસ્યો નું સ્વાગત કરાયું હતું. અને શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ જંગર ઉપર અખુટ શ્રધ્ધા થી અને દાદા ની જ કૃપાથી શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ મંદિર જંગર ઉપર સાંજના પાંચ કલાકે બાવન ગજની ધજા નું આરોહણ તેમજ સામૈયા, રામધૂન, પૂજન, અર્ચન, તેમજ મહા આરતી, નિમાવત પરિવાર ના સદસ્યો દ્વારા યોજાઈ હતી.સાંજે મહા પ્રસાદ અને બટુકભોજન નું પણ આયોજન કરવામાં આવેલ હતું ત્યારબાદ ચા પાણી તેમજ આમંત્રિત મહેમાનો રાતના રામધૂન પૂર્ણ થયા બાદ શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ ના સાનિધ્યમાં રાતના ૯ થી ૧૨ સુંદર કાંડ ના પાઠ ( બગસરા ભાયાણી થી પધારેલ સુંદર કાંડ મંડળ સંગીત મય શૈલી થી પાઠ યોજાયા હતા. જેમાં નિમાવત પરિવાર, ના સદસ્યો તેમજ આમંત્રિત મહેમાનો,ભાવિકો ગ્રામજનો સહીત ના મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:પંકજ ટીલાવત શાપર-વેરાવળ

1651393015994.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *