Gujarat

કુણી ગામે આશાદીપ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સ્વસ્થ સમાજના હેતુને સાર્થક કરવા ઉમદા આશયથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 25મી ઓગસ્ટના રોજ ગળતેશ્વર તાલુકાના કુણી ખાતે સોનાબા હોસ્પિટલ સેવાલીયાના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમાં કુલ 35 જેટલા ભાઈ-બહેનો સહભાગી બન્યા હતા. કુણી પ્રાથમિક શાળાના પરિસરમાં યોજાયેલ આ કેમ્પમાં સોનાબા હોસ્પિટલ સેવાલીયાના ડૉ. નીમાબેન ઝાલા તથા તેમની મેડિકલ ટીમ દ્વારા 35 જેટલા ગ્રામવાસીઓનું  બ્લડ પ્રેશર, ડાયાબિટીસની ચકાસણી કરીને જરૂરી દવા-ગોળીઓ ઉપરાંત યોગ્ય સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા. સવારના 11:00 થી બપોરના 2:00 સુધી ચાલેલા આ સેવાયજ્ઞમાં આશાદીપ સંસ્થાના નિયામક ફાધર જોન કેનેડી, મદદનીશ નિયામક હસમુખ ક્રિશ્ચિયન, શાળાના આચાર્ય તથા સ્ટાફ  ઉપસ્થિત રહ્યો હતો.
Attachments area

IMG-20220825-WA0076.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *