Gujarat

કુણી પ્રા.શાળામાં પોક્સો એક્ટ સંદર્ભે જાણકારી અપાઇ.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગળતેશ્વર તાલુકાના કુણી ખાતે આવેલ પ્રાથમિક શાળામાં આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા તા. 01-12-2022 ના રોજ પોક્સો એક્ટ સંદર્ભે માહિતી આપવામાં આવી હતી જેમાં ધો-6 થી 8 ના 86 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં કુમળા મનના બાળકોની જાતીય સતામણી સામે તેઓને રક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા ઘડી કાઢવામાં આવેલા પોક્સોએક્ટના મહત્વના પાસાઓને આશાદીપના કાર્યકરો દ્વારા વણી લેવાનો સાર્થક પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આચાર્યશ્રી તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
One attachment • Scanned by Gmail

Screenshot_2022-12-02-17-47-01-79_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *