Gujarat

*કુલ રૂ.૧૦,૫૨૦/- ના મુદ્દામાલ સાથે પાંચ વ્યક્તિઓને જાહેરમાં જુગાર રમતા પકડી પાડતી જાફરાબાદ મરીન પોલીસ*

શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતીઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ તથા શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના.પો.અધિ.શ્રી સાવરકુંડલા વિભાગ નાઓ દ્રારા દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતીઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા જણાવેલ હોય તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી જે.જે.ચૌધરી સાહેબ પો.ઇન્સ. જાફરાબાદ મરીન પોલીસ નાઓ દ્વારા જાફરાબાદ તાલુકાના રોહીસા ગામેથી કુલ રૂ.૧૦,૫૨૦/- ના મુદ્દામાલ સાથે પાંચ વ્યક્તિઓને જાહેરમાં જુગાર રમતા પકડી પાડેલ.
*રેઇડ દરમ્યાન પકડાયેલ આરોપીઓ*
(૧) રમેશભાઇ ઉર્ફે મમરી દેવાણંદભાઇ મકવાણા,
(૨) બાબુભાઇ નાનુભાઇ બાંભણીયા
(૩) જાદવભાઇ સોમાતભાઇ પરમાર
(૪) જગુભાઇ મોહનભાઇ રાઠોડ
(૫) કરણભાઇ મેપાભાઇ વાઘેલા રહે.તમામ રોહીસા તા.જાફરાબાદ જી.અમરેલી
*રેઇડ દરમ્યાન નાસી ગયેલ આરોપીઓ*
(૧) ભાવેશભાઇ પાંચાભાઇ બાંભણીયા
(૨) મુનાભાઇ રમેશભાઇ સાંખટ
(૩) અજયભાઇ જીણાભાળ સાંખટ
(૪) કરણભાઇ ભુપતભાઇ રહે.રોહીસા,ચિત્રાસર તા.જાફરાબાદ જી.અમરેલી
*ગુન્હાની વિગત*
આ કામે જાફરાબાદ તાલુકાના રોહીસા ગામે ઉપરોકત જણાવેલ ઇસમો જાહેરમાં પૈસા પાનાથી હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા રોકડ તથા અન્ય કુલ રૂ.૧૦,૫૨૦/- ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ તથા અન્ય ચાર ઇસમો રેઇડ દરમ્યાન નાસી જઇ ગુન્હો કર્યા બાબત.
આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી સાવરકુંડલા કે.જે.ચૌધરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે.જે.ચૌધરી સાહેબ પો.ઇન્સ. જાફરાબાદ મરીન પોલીસ નાઓ તથા જાફરાબાદ મરીન પોલીસ ટીમ એ રીતેના જોડાયેલ હતા.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220722-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *