અમદાવાદ
અમદાવાદ શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ૩૦ વર્ષીય પરિણીત મહિલાએ ફરિયાદ નોધાવી છે કે તેના લગ્ન બાદ દીકરી થઇ હતી જે બાદ પતિ ,સાસુ- સસરા અને દિયર દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.દહેજ લાવવા માટે સાસુ અનેક વખત ટોણા પણ મારતા હતા.આ ઉપરાંત પરિણીતાએ પતિનો ફોન જાેયો ત્યારે તેમાં ૨ અલગ અલગ મહિલાઓ સાથેને પ્રેમ ભર્યા મેસેજ હતા. જાેકે પતિને આ અંગે પૂછતાં પતિએ કોઈ જવાબ આપ્યો ન હતો. પત્નીને આ વાતની જાણ થતા પતિ અલગ સુવા લાગ્યો હતો અને સારી રીતે વાત પણ કરતો નહતો.થોડા સમય બાદ પતિ તેના માતાને ઘરે રહેવા ગયો હતો જેથી મહિલા ઘર ખર્ચના પૈસા લેવા ગઈ હતી ત્યારે પતિ હાજર નહતો.ત્યારે દિયરે કહ્યું કે, અહિયાં કોઈ પૈસા નહિ મળે પૈસા જાેઈએ તો વાટકો લઈને ભીખ માંગ.પાંચ મહિના સુધી પતિ ઘરે ના આવતા મહિલા તેના સાસુના ઘરે ગઈ હતી ત્યાં તેનો પતિ હાજર હતો ત્યારે મહિલાએ કહ્યું હવે શું કરવાનું છે તો તમામ લોકો મહિલાને ગાળો આપવા લાગ્યા હતા અને મહિલાના ભાઈ આવતા મહિલા તથા મહિલાના ભાઈને ગાળો બોલીને ગડદા પાટુનો મારમાર્યો હતો.સમગ્ર મામલે મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ.દિયરે તથા સાસુ સસરા વિરુધમાં ફરિયાદ નોધાવી હતી.
