Gujarat

કેનેડાના નકલી વિઝા સ્ટિકર કૌભાંડમાં ૧૨થી વધુ લોકો સાથે કરાઈ છેતરપિંડી

અમદાવાદ
કેનેડાના નકલી વીઝા સ્ટિકર કૌભાંડમાં પકડાયેલા ચાર આરોપીઓએ રાજ્યભરમાં ૧૨ કરતા વધુ લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવ્યા હતા. જાે કે, આ કૌભાંડમાં અન્ય આરોપીઓની સંડોવણી હોવાની માહિતીના આધારે પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. એટીએસે નરોડા વિઠ્ઠલ પ્લાઝામાં આવેલી એર વે હોલિડે નામની ઓફિસમાં દરોડો પાડી નીલેશ પંડ્યા, જય ત્રિવેદી, મયૂર પંચાલ, અને પીયૂષ પટેલની ધરપકડ કરી હતી. તપાસમાં એવું ખુલ્યું હતું કે, આરોપીઓ કેનેડાના વિઝા રદ થયા હોવા છતાં કેનેડા કોન્સ્યુલેટના વિઝાના સ્ટિકર લગાવી પૈસા પડાવતા હતા. બીજીબાજુ કેનેડા કોન્સ્યુલેટના વિઝા જેવા જ અદલ દેખાતા સ્ટીકર બનાવી આપનારા વ્યક્તિની પણ પોલીસે શોધખોળ આદરી છે. આરોપીઓ પૈકી નીલેશ પંડયા અગાઉ ગુજરાત અને રાજસ્થાનમાં આ જ પ્રકારના નકલી વિઝાના કૌભાંડમાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે પીયૂષ પટેલ પણ રાજસ્થાનમાં પકડાયો હતો.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *