જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ તેમજ બેંગલોરની બેલ કંપનીના ઇજનેરશ્રી મદનસિંઘ યાદવની વિશેષ ઉપસ્થિતિ : ચકાસણીમાં જિલ્લા ચૂંટણી તંત્રની સમગ્ર ટીમ જોડાઇ : તા.૧૦ મી ઓગષ્ટ સુધી ચેકીંગની કામગીરી પૂર્ણ કરાશે
નર્મદા જિલ્લામાં કલેકટર કચેરી-જિલ્લા સેવા સદનના કંપાઉન્ડમાં કેન્દ્રીય ચૂંટણી પંચની માલિકીના EVM-VVPAT ના સંગ્રહ માટેના સમર્પિત વેર હાઉસની કેન્દ્રીય ચૂંટણી પંચના નિરીક્ષકશ્રી અને કેરાલાના સંયુક્ત નિર્વાચન અધિકારીશ્રી અનિશ ટી. એ મુલાકાત લઇ ગુજરાત વિધાનસભાની આગમી સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ને અનુલક્ષીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ તેમજ બેંગલોરની બેલ કંપનીના ઇજનેરશ્રી મદનસિંઘ યાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જિજ્ઞાબેન દલાલ, પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં EVM-VVPAT F.S.L. ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો.
નર્મદા જિલ્લામાં નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારની આગામી સમાન્ય-ચૂંટણીઓ-૨૦૨૨ માટે ઉપયોગમાં લેવાનાર EVM-VVPAT મશીનની ચકાસણીની આ કામગીરી તા.૧૦ મી ઓગષ્ટ સુધી ચાલશે.
જિલ્લામાં આજે તા.૦૧ લી ઓગષ્ટથી શરૂ થયેલી આ કામગીરીમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી જિજ્ઞાબેન દલાલ, પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલ, ચૂંટણી શાખાના મામલતદાર શ્રીમતી કનકબેન ઠાકર સહિત જિલ્લા ચૂંટણી તંત્રની સમગ્ર ટીમ અને બેલ કંપનીના ઇજનેરશ્રીઓ જોડાયાં છે.

