Gujarat

કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ચૂકવાઈ લાખોની સહાય

વેરાવળ ખાતે રાજ્યમાં કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિ અંતર્ગત ગરીબ કલ્યાણ સુશાસન કાર્યક્રમ યોજાયો
ગરીબોને સમર્પિત સરકારે ગરીબોનો વિચાર કરી તેમનું જીવનસ્તર ઉંચુ આવે તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે  મંત્રી  કુબેરભાઇ ડિંડોર
કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ચૂકવાઈ લાખોની સહાય
  ગિરગઢડા તા 10
  ભરત ગંગદેવ..
 કેન્દ્ર સરકારના સુશાસનના ઝળહળતાં આઠ વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ સુશાસન કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે વેરાવળ નગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈદ્યાનિક અને સંસદિય બાબતોનો વિભાગ રાજ્યકક્ષાના મંત્રી  કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતા હેઠળ ૮ વર્ષની ઉપલબ્ધિ અન્વયે ગરીબ કલ્યાણ સુશાસન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંત્રીઅને અન્ય મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી. તેમજ સરકાર  ની કલ્યાણકારી યોજનાઓનાઓ અંગે સૌને માર્ગદર્શીત કરાયા હતા.
આ તકે રાજ્યકક્ષાના મંત્રી  એ વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, ગરીબોને સમર્પિત એવી આ સરકારે ગરીબોનો વિચાર કરી તેમનું જીવનસ્તર ઉંચુ આવે તે દિશામાં પ્રયત્નો હાથ ધર્યા છે. સરકાર  ની વિવિધ યોજનાઓથી કોઇ લાભાર્થી વંચીત ના રહે તે દિશામા સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. ગરીબના ઘરે અજવાળું થાય, જન-ધન યોજના અંતર્ગત બેંકમાં ખાતા ખૂલે, વિધવા પેન્શન સહાય, ખેડૂતોની આવક વધે એવી વિવિધ યોજનાઓ થકી એકપણ રુપિયો કપાયા વગર સીધા લાભાર્થીના ખાતામાં જ જમા થાય તેવી પારદર્શક વ્યવસ્થા ગોઠવાઈ છે. ઉપરાંત મંત્રી  એ સાચા અર્થમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ’ સૂત્રને સાર્થક કરી વડાપ્રધાનશ્રીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ સૂત્રને સાકાર કરવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં સાંસદ  રાજેશભાઈ ચૂડાસમાએ કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ એક મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું છે. લાભાર્થીઓને પડતી વિવિધ મુશ્કેલીઓ પણ કઈ રીતે દૂર કરી શકાય તે અંગે હજુ આયોજન વધુ સુવ્યવસ્થિત બને તે દિશામા કામ થઈ રહ્યું છે. જેથી કહી શકાય કે, દેશના લોકોની સુખાકારી અને સગવડતા પૂરી પાડવા માટે સરકાર હંમેશા તત્પર રહે છે.
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ  રામીબહેન વાજા અને ગૌણ સેવા પસંદગીના પૂર્વ ચેરમેન  પ્રકાશભાઈ સોનીએ પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવ્યું કે, ગામડાના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવા તત્પર એવી કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓ પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવી છે. જેનો મહત્તમ લોકોએ લાભ લેવો જોઇએ.
આ તકે શાબ્દિક સ્વાગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક  એસ.જે.ખાચરે અને આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી  આર.કે.મકવાણાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય  દીપકભાઇ નિમાવતે કર્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી  જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય  રાજશીભાઈ જોટવા, ગોવિંદભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ  માનસિંહભાઈ પરમાર, વેરાવળ-પાટણ સંયુક્ત ન.પા. પ્રમુખ  પિયુષભાઈ ફોફંડી, બાયોડાયવર્સિટી ચેરમેન  રાજવીરસિંહ ઝાલા, અગ્રણી  વિક્રમભાઈ પટાટ, જિલ્લા કલેક્ટર  રાજદેવસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી  રવિન્દ્ર ખતાલે, અધિક નિવાસી કલેકટર  બી.વી.લીંબાસીયા, પ્રાંત અધિકારી  સરયુબા જસરોટીયા સહિત તમામ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ-ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં ઉજ્જવલા યોજના, વાસ્મો, ગંગા સ્વરુપા યોજના, પીએમ કિસાન સહાય જેવી વિવિધ યોજનાઓની શોર્ટ ફિલ્મ બતાવી યોજનાના લાભો જણાવાયા હતા અને લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે

IMG-20220610-WA0574.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *