Gujarat

કેરેલા, કર્ણાટક, રાજસ્થાન સહિતના ગુજરાત બહારના રાજ્યોમાં પણ સરકાર દ્વારા યોજાતા હસ્તકલાના મેળામાં લીધો હતો ભાગ

જૂનાગઢમાં યોજાયેલા સખી મેળાના હસ્ત કલાના કારીગરોને લોકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો હતો.

જૂનાગઢની બાજુમાં આવેલ જોષીપુરા ગામમાં જાગૃતિ સ્વ સહાય જૂથને જૂનાગઢમાં યોજાયેલ સખી મેળામાં રૂ.૩૦ હજાર અને અમરેલીમાં યોજાયેલા મેળામાં રૂ.૩૫ હજારની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓનું વેચાણ થયું હતું.

આ જૂથ ચલાવતા જીતુબેન ઓડેદરા ઊન- મોતીના તોરણ, રૂમાલ, ખાટલી વર્ક, એમ્બ્રોડરી વર્ક, તોરણ, રાખડી સહિતની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જાતે બનાવે છે. તેમજ અમુક વસ્તુઓ રેડીમેડ પણ લેતા હોય છે.

તેઓનું જૂથ જૂનાગઢમાં શિવરાત્રી સહિતના તહેવારોમાં યોજાતા હસ્તકલાના મેળામાં તો નિયમિત ભાગ લેતા હોય છે. આ ઉપરાંત કેરેલા, કર્ણાટક, રાજસ્થાન સહિતના ગુજરાત બહારના રાજ્યોમાં પણ સરકાર દ્વારા યોજાયેલા હસ્તકલાના મેળામાં પણ તેઓએ ભાગ લીધો હતો.

જીતુબેન ઓડેદરા કહે છે કે, અમારા જૂથની અન્ય બહેનો પણ હેન્ડીક્રાફ્ટની વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની ચૂકી છે. તાજેતરમાં જૂનાગઢમાં યોજાયેલા સખી મેળામાં પણ અમે ભાગી લીધો છે, અને તેમાં પણ અમારી વસ્તુઓને સારો એવો  પ્રતિસાદ મળ્યો છે. સરકાર દ્વારા યોજાતા આવા મેળા થકી મારા જેવી અનેક બહેનોની આજીવીકામાં વધારો થાય છે.

hastkala-karigar.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *